HOW TO REDUCE DENTAL EXPENSE

32 PEARLS ના, 20 વર્ષ ના experience માં અમુક એવા પ્રશ્નો છે, જે અમે રેગ્યુલર બેઝીઝ પર સાંભળીએ છે. જેમ કે, Best dental clinics ની ડેન્ટલ ટ્રીટમેન્ટ હંમેશા શા માટે આટલી ખર્ચાળ હોય છે ? આ આર્ટિકલ દ્વારા, અમારો પ્રયાસ છે કે અમે આ બધા પ્રશ્નો નું once ફોર ઓલ નિરાકરણ આપી શકીએ .તો, આ છે ડેન્ટલ અને ઓરલ હેલ્થ ના 7 secrets, જેના દ્વારા તમારા ડેન્ટલ expenseને લગતા દરેક પ્રશ્ન નું નિરાકરણ થઇ શકશે !

1.Believe in the concept that “prevention is always more ECONOMICAL than cure”

(નિવારણ એ સારવાર કરતા વધારે કિફાયતી છે ).

“Prevention is better than cure”, એ તો બધા એ સાંભળ્યું છે, પરંતુ દાંત ની ટ્રીટમેન્ટ માં “prevention is always more ECONOMICAL than cure ” પણ એટલું જ સાચું છે. કેમ કે દાંત ના બધા જ રોગો સાઇલેન્ટ કિલર્સ છે. ડાયાબિટીસ ની જેમ અંદર ને અંદર રોગ વધી જાય ત્યાં સુધી કંઈ જ દુખાવો થતો નથી, અને તમે 2 વાર બ્રશ કર્યો કે નહીં, તેને દાંત ના રોગો સાથે કોઈ લેવા દેવા નથી.

કેમ કે, જો તમારા દાંત ની વચ્ચે જગ્યા હોય અને તમે એને જમ્યા પછી ટૂથપિક કે જીભ થી સાફ કરતા હોય તો મતલબ, બ્રશ કર્યા પછી પણ સડો અંદર ને અંદર 100% વધવાનો જ છે .

જો તમે રેગ્યુલર ડેન્ટલ check up કરાવશો, તો તમારા ડેન્ટિસ્ટ પ્રારંભિક ધોરણે જ એક પ્રકારનું filling કરવાનું કહેશે અથવા દાંત સાફ કરવાનું કહેશે, જેથી કરીને સડો અટકી જાય, આ થયું prevention – નિવારણ. પણ જો સડો વધી ગયો અને તેને cure કરવાનો થયો હોય એટલે કે તેની સારવાર કરવાની થઇ, તો રુટ કેનાલ અથવા દાંત કઢાવ્યાં પછી ઇમ્પ્લાન્ટ્સ ની ટ્રીટમેન્ટ કરવી પડે.

જે પ્રોબ્લેમ મામૂલી ખર્ચ થી પ્રીવેન્ટ થઇ શકતો હતો, તેને cure કરવાનો ખર્ચો મામૂલી ખર્ચ કરતા ઘણો વધી જાય છે.

તમે વધુ જાણકારી માટે માત્ર Dental implants cost in Ahmedabad સર્ચ કરશો તો ખ્યાલ આવી જશે . જો તમે One of the Best dental clinic in Ahmedabad ને પસંદ કરશો, એક સાથે એટલો ખર્ચો કરવાની તુલનામાં દર 6 મહિને ડેન્ટિસ્ટ ની વિઝિટ નો ખર્ચો તમને નગણ્ય લાગશ

2. 6 monthly routine dental checkups for all your family members, from youngest to oldest

(પરિવાર ના બધા જ સભ્યો નું 6 monthly routine dental checkup )

આ prevention વિષે પ્રોપર guidance મેળવવા માટે જ દરેક ફેમિલી મેમ્બર્સ નું 6 મહિને ડેન્ટલ checkup કરાવવું જરૂરી છે કેમ કે prevention માટે કરવામાં આવેલી સારવાર હંમેશા ઓછી ખર્ચાળ હોય છે.જો તમે દર 6 મહિને દુખાવા વગર પણ રેગ્યુલર checkup કરાવશો તો સડો વધતા પહેલા જ તમારા ડેન્ટિસ્ટ દાંત સાફ કરવાનું કહેશે કે એકાદ નાની ટ્રીટમેન્ટ કહેશે, જેના થી મામૂલી ખર્ચ માં થતા સડાને રોકી શકાશે.. પણ આ જ સડો દુખાવા વગર કે સેન્સિટિવિટી વગર અંદર ને અંદર વધતો જશે, તો ભગવાન એ આપેલો અમૂલ્ય દાંત ગુમાવવાનો વારો આવી શકે છે. તેથી જ, ભવિષ્ય માં આવનારા મોટા ખર્ચ થી બચવું હોય તો દર 6 મહિને ડેન્ટલ ચેકઅપ કરાવવું અનિવાર્ય છે .

3. Acquire good food habits

(ખાવાની સારી આદતો અપનાવો)

જંક ફૂડ ના આ જમાનામાં ઘણા દિવસો એવા હોય છે કે જેમાં આપણે રાત ના cheese, ice cream અને soft drink જેવા ગળ્યા અને ચીકણા પદાર્થો ખાઈએ છીએ, પછી તરત રાત ના ઘરે જઈ ને ઊંઘી જઈએ છે અને સીધો જ સવારે બ્રશ કરીએ છે. આ ગળ્યા અને ચીકણા પદાર્થો દાંત ના સડા માટે નું મુખ્ય કારણ બને છે. જો તમે દાંત ના સ્વાસ્થ્ય માટે કાળજી રાખવા માંગતા હોય, તો તમારા ભોજન માં આવો ગળ્યો અને ચીકણો પદાર્થ બને એટલો ઓછો અને ફ્રેશ fruits, સલાડ અને fibre થી ભરપૂર natural ખોરાક વધારે માં વધારે માત્રા માં હોવો જોઈએ . ખાસ કરી ને રાત્રે ગળ્યો અને ચીકણો પદાર્થ ખાવાનું બંધ કરવું જોઈએ, અને નાના બાળકો ને પણ એવી જ ટેવ પાડવી ખુબ જરૂરી છે .

4. Acquire good oral hygiene habits

(દાંત ના સ્વાસ્થ્ય ની કાળજી રાખવી)

જો તમે બે વાર બ્રશ કરતા હો, દાંત થી અખરોટ કે સોપારી તોડી શકતા હો, તો, તેનો મતલબ એ નથી કે તમારે ક્યારેય ડેન્ટિસ્ટ પાસે જવાની જરૂર નથી. દાંતની તકલીફો અટકાવવા માટે ખાલી 2 વાર બ્રશ કરવો કાફી નથી, કેમ કે બ્રશ તો ખાલી દાંત ની ઉપર ની સપાટી સાફ કરે છે, પણ બે દાંત વચ્ચે ની જગ્યા નું શું ? આ જગ્યા માત્ર floss થી જ સાફ થઇ શકે છે. જો તમે floss કરવા માટે અને દાંત ની કાળજી લેવા માટે ની પ્રોપર technique વિષે guidance લેવા માંગતા હોય તો 32 PEARLS® Ahmedabad ની youtube ચેનલ સાથે જોડાઈ શકો છો https://www.youtube.com/@32pearlsdentalclinic-ahmed65

5. Don’t wait for pain or problem to develop; reach out to your dentist in earlier stages

(દુખાવો કે દર્દ મોટો થાય એ પહેલા જ ડેન્ટિસ્ટ પાસે પહોંચી જાઓ)

દાંત એક એવું અંગ છે કે જેને દરેક વ્યક્તિ ખુબ lightly લે છે. તમને અગર બીજા કોઈ ભાગ માં તકલીફ હશે તો તમે તરત ચેતી જશો, પણ દાંત ના દુખાવા ની વાત આવશે, તો ઘણી વ્યક્તિઓ 1 અઠવાડિયા, 2 અઠવાડિયા જ નહિ, પરંતુ મહિનાના મહિનાઓ ખેંચી કાઢે છે. આ બેદરકારી જ આગળ જતા મોટી તકલીફો અને મોટા ખર્ચ નું કારણ બને છે. આ માટે પહેલા તો તમારી મેન્ટાલીટી
બદલવાની જરૂર છે. દાંત પણ શરીર ના બીજા અવયવો જેટલા જ ઈમ્પોર્ટન્ટ છે, કેમ કે આપણા દાંત ના સ્વાસ્થ્ય પર જ શરીર ના દરેક અવયવ નું સ્વાસ્થ્ય નિર્ભર છે.

કેવી રીતે, તમે કહેશો? કેમ કે શરીર ના દરેક અવયવ ને જે પોષણ ની જરૂર પડે છે તે દાંત દ્વારા જ આવે છે. બીજું, જો તમારા દાંત બરાબર નહીં હોય, તો તમારા થી બરાબર ચવાશે નહીં, અને જયારે ચાવવાનું બરાબર નહીં હોય તો પાચન પણ બરાબર નહીં થાય. અને આ બરાબર ના થયેલું પાચન જ ઘણી બધી બીમારીઓ નું મૂળ છે.

6. Find out the best Dental Team for your family

(તમારા પૂરા પરિવાર માટે બેસ્ટ ડેન્ટલ ટીમ શોધો )

એક સારી ડેન્ટલ ટીમ કે જ્યાં તમારા બાળકો અને ઘર ના વડીલો બધા ની સારવાર માટે ના specialist ડૉક્ટર એક જ છત નીચે હાજર હોય, એ પણ ખર્ચો અને time બચાવવા માટેનું ખુબ ઈમ્પોર્ટન્ટ ફેક્ટર છે. જયારે તમે આવી એક ટીમ પાસે સારવાર કરાવો છો, ત્યારે એક જ દાંત માં વારંવાર ખર્ચો કરવાથી બચી શકાય છે, કેમ કે જે તે ક્ષેત્રના નિષ્ણાત ડોક્ટર જ એક વાર માં સચોટ ઈલાજ આપવા સક્ષમ છે. તમે જે ક્લિનિક માં જઈ રહ્યા છો, તેના hygieneનો ખ્યાલ રાખવો પણ ખૂબ જરૂરી છે, જેથી કરીને સારવાર દરમિયાન બીજા કોઈ ઇન્ફેકશન નો ચાન્સ ના રહે.

જો તમે રેગ્યુલર ચેકઅપ કરાવતા હો, તો ડેન્ટિસ્ટ ઘરની નજીક હોય ( Dentists near me), એ પણ બહુ જરૂરી છે, જેથી કરીને પરિવાર ના બધા સભ્યો ને રેગ્યુલર ચેકઅપ કરાવવામાં સહુલિયત રહે, ખાસ કરીને વડીલો માટે આ ખૂબ જરૂરી છે.

7. Don’t consider required dental treatment as an “expense”, instead consider it as an “investment”

(દાંત ની ટ્રીટમેન્ટને, ખર્ચાની જગ્યા એ ઇન્વેસ્ટમેન્ટ ની દ્રષ્ટિથી જુઓ)

જેમ આગળ કીધું, એમ બરાબર ના ચાવી શકવાના કારણે પાચન બરાબર ના થાય, અને જો પાચન બરાબર નહીં થાય, તો શરીર ના બધા અવયવો ને પોષણ ક્યાં થી મળશે? એથી કરી ને દાંત નું સ્વાસ્થ્ય એ દરેક અવયવ ના સ્વાસ્થ્ય નું મૂળ છે. એટલે દાંત ની ટ્રીટમેન્ટ માં કરેલો ખર્ચો, એ ખર્ચો નથી પણ ખરેખર તો ઇન્વેસ્ટમેન્ટ છે. જે માત્ર દાંતના સ્વાસ્થ્ય માં જ નહિ, પરંતુ દરેક અવયવના સ્વાસ્થ્ય માં કરેલું ઇન્વેસ્ટમેન્ટ છે.

જો તમને આ આર્ટિકલ માં રસ પડ્યો હોય, તો વધુ જાણકારી માટે તમે અમારી youtube channel પર subscribe કરી શકો છો. https://www.youtube.com/@32pearlsdentalclinic-ahmed65

તેમજ તમે દાંત ની સમસ્યાઓ માટે Dental clinic in Ahmedabad અથવા Dental clinic in Gujarat શોધી રહ્યા હો, તો તમારી નજીક ના 32 PEARLS® ક્લિનિકનો સંપર્ક કરી શકો છો.

  • For Appointment Booking:
  • Naranpura +91 94995 57474
  • Bodakdev +91 7069089250
  • Motera +91 90544 96813
  • South Bopal +91 9558384528

Author: Dr. Jaimin Patel

32 Pearls Dental - a multi-speciality dental clinic in Ahmedabad established by Dr. Jaimin Patel with the vision of providing best dental treatment at affordable cost. Dr. Jaimin at 32 Pearls Dental offers dental solutions which include dental implants, root canal treatment, cosmetic dentistry, crown and bridge, dental braces, teeth whitening, teeth reshaping and contouring, gum surgeries, wisdom teeth extraction, dental bonding, dental veneers etc.

Leave a comment